બીલીમોરા વિભાગ કેળવણી મંડળ હંમેશા પ્રાથમિક શિક્ષણથી માંડીને ઉચ્ચ અભ્યાસ સુધીના તમામ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ગુણવત્તાસભર શિક્ષણની હિમાયતી રહ્યું છે. એના માટે સતત પ્રયત્નશીલ છે. વિત્યા સાત દાયકાની સુદીર્ઘ સફળ શૈ. યાત્રા દરમિયાન એલ.એમ. પી શાળામાંથી અનેક સુશિક્ષિત જવાબદાર નાગરિકો સમાજમાં કાર્યશીલ છે. જેની મંડળ સહર્ષ નોંધ લે છે. સ્વામી વિવેકાનંદ દ્વારા ચીંધેલા માર્ગે ચાલીને વિદ્યાર્થીઓની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસને પોષક એવા અભ્યાસક્રમોનો સમાવેશ કરવા હંમેશાં કટિબદ્ધ રહ્યું છે. વિશ્વગુરુ બનવા તરફ આગળ ધપી રહેલા ભારત દેશની સંસ્કૃતિના મૂળ તેના અધ્યાત્મિક મૂલ્યોમાં રહેલ છે. તેથી શિક્ષણ થકી ભારતની ભવ્ય ધરોહર સમા રામાયણ, મહાભારત, ગીતા વેદોના અધ્યયન થકી બાળકોમાં ઉચ્ચમૂલ્યોનું આર્વિભાવ કરતા રહેવું જોઈએ. હું સચોટપણે માનું છું કે શિક્ષણ એ શ્રેષ્ઠ ઉપહાર છે. જે અન્યને તેમજ પોતાને માટે ભેટ આપી શકાય.
