બાળકોએ કીંમતી ઉપહારો છે, અને તે આવતીકાલનું ભવિષ્ય છે. તેથી અમારી શાળા દરેક પ્રકારના પરિવારમાંથી આવતા બાળકોના વ્યક્તિગત વિકાસ માટે કટિબદ્ધ છે. અને તે માટે શાળામાં એ પ્રકારનું ભાવાવરણ ઊભું કરવા માટે અમે સતત પ્રયત્નશીલ છે. કારણ કે ભારતનું ભાવિ એ ચાર દીવાલોની વચ્ચે ઘડાતું હોય છે. તેથી શાળાઓને સુરક્ષિત અને સર્જનાત્મક બનાવવાની આપણી જવાબદારી છે પ્રત્યેક બાળકના સુખાકારી માટે રાષ્ટ્રીય એકતા અને બંધુત્વની ભાવના તથા વૈદિક ફિલોસોફીને અભ્યાસના અભિન્ન અંગ તરીકે અમારી સંસ્થા સ્વીકારે છે.
