તકનીકી સજ્જતા એ ભવિષ્ય મોટી સફળતા માટે ચાવીરૂપ સાબિત થશે. વ્યક્તિએ જીવનમાં ઊંચા સ્વપ્નો સેવવા, નવા ધોરણો બનાવવા અને પડકારોનો સામનો કરી પોતાની એક આગવી ઓળખ ઊભી કરવી જોઈએ. આંતરિક તાકાત વધારવા માટે અને નવિનીકરણ માટે સજ્જતા કેળવવા માટે જો કોઇ અસરકારક તત્વ હોય તો તે કેળવણી છે. સ્વામી વિવેકાનંદના મત મુજબ ભારતીય સંસ્કૃતિની ઓળખ સમા નૈતિક અને આધ્યાત્મિક તત્વો વિશ્વશાંતિ અને એકત્વ માટે રામબાણ ઈલાજ છે એલ.એમ. પી. હાઇસ્કુલ સતત આ દિશામાં કાર્યરત છે. તેનો અમને સવિશેષ ગર્વ છે
