JASMINBHAI DESAI

EDUCATION IS THE MOST POWERFUL WEAPON WHICH YOU CAN USE TO CHANGETHE WORD........... NELSON MANDELA "મિત્રો શિક્ષણ એટલે ફકત વાંચતા અને લખતા જ શીખવું નહિં, પરંતુ સાચા અને નરસા વચ્ચેનો તફાવત શીખવી એક આદર્શ સમાજની પરિકલ્પનાને ખરા અર્થમાં સાકાર કરવી. ઉપરોકત વિધાન ના અનુસંધાનમાં કહું તો સાંપ્રત સમયની અનેક વૈશ્વીક સમસ્યાઓ ને નાથવા માટેનું સચોટ શસ્ત્ર અને ઢાલ હોય તો માત્ર શિક્ષણ છે. સમાજ્ના આવા અત્યંત તેજસ્વી , અટૂટ અને પ્રાણ વાયુ સમાન તંતુંના એક સંવર્ધક અને જ્તનકર્તા તરીકે હું જસ્મીનભાઈ દેસાઇ ( મંત્રી - એલ.એમ.પી એન્ડ એમ.સી.ઝેડ હાઇસ્કૂલ,બીલીમોરા ) સગૌરવ આનંદ અને ગૌરવની લાગણી અનુભવુ છું.જ્ઞાન પિપાસુ માટે નિરંતર બંને કાઠે વહેતી નદીની જેમ મારી શાળા એ સમાજના પ્રત્યેક વર્ગને કોઇ પણ ભેદભાવ વગર હંમેશા તરોતાજા અને લીલાછમ રાખ્યા છે. આ ભગીરથ કાર્ય પાછળ સંચાલક મંડળની દીર્ઘદ્રષ્ટી શિક્ષકોની વિષય સજ્જતા તથા કાર્યનિષ્ઠા અને સેવકગણની સેવાભાવના નોંધનીય અને વંદનીય છે.સામા પક્ષે વિધાર્થી પક્ષે પણ સંપૂર્ણપણે મહેનતુ અને સજાગ છે.શાળામાંથી સર્વાંગી શિક્ષણપામી દેશ - વિદેશના પ્રતિષ્ઠિત ઉજળા પદે નિયુકત થઈ શાળા પ્રત્યેનું ઋણ અદા કરવાની નમ્ર પ્રયાસરુપે જયારે સખાવતની મૂક સરવાણી વહેતી કરે ત્યારે આવા હ્દયસ્થ વિધાર્થીઓ સમાજના ફેફસા હોવાની પ્રતિતી કરાવે છે,જે મારી શાળાની ઉચ્ચ અદ્વિતિય સફળતાના સિમાચિન્હ રૂપ છે.જાજરમાન શાળા મકાન , આધુનીક સાધનોથી સજ્જ વર્ગો , વિશાળ રમતનું મેદાન અને સાથે કવેરી નદીનાં રમણીય પટનાં સથવારે આ બધાજ તત્વોનું સાયુજ્ય નામાભિધાન એટલે એલ.એમ.પી એન્ડ એમ.સી.ઝેડ હાઇસ્કૂલ,બીલીમોરા દિનપ્રતિદિન મારી શાળા પ્રગતિના ઉત્તુંગ શિખરો સર કરી સમાજ માટે એક આદર્શ સ્થાનક બની રહે તેવી મા સરસ્વતીના ચરણોમાં અભ્યર્થના. या देवी सर्वभुतेषु विधारुपेण संस्थिता । नमस्तस्यै नमस्तस्ये नमस्तस्ये नमो नम: ॥