શાળા માત્ર શિક્ષણ મેળવવાનું સ્થળ નથી, પરંતુ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસનું પાયાનું કેન્દ્ર છે. શિક્ષણ સાથે શિસ્ત, સંસ્કાર, મૂલ્યો, સર્જનાત્મકતા અને જવાબદારીની ભાવના વિકસાવવી એ આપણું મુખ્ય ધ્યેય છે. આપણા વિદ્યાર્થીઓ જ્ઞાન, કૌશલ્ય અને સારા સંસ્કારો સાથે જીવનમાં આગળ વધે અને સમાજ તથા દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે તે માટે શાળા સતત પ્રયત્નશીલ છે. “જ્ઞાન સાથે સંસ્કાર અને સંસ્કાર સાથે સફળતા” એ જ આપણી શાળાનો મંત્ર છે.
